Feeds:
Posts
Comments

Archive for the ‘News’ Category

ઈરફાન પઠાન
માર્ચ ૭, ૨૦૧૦

ગુજરાતી ફિલ્મ ‘બેટર હાફ’ના નિર્દેશક, થીયેટર કલાકાર અને વિવિધ ગુજરાતી સીરિયલોમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપનાર શ્ની આશિષ કક્ક્ડે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસકોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ, અમદાવાદની મુલાકાત લીધી. તેમની ઉપસ્થિતિ ના કારણે વિધાર્થીઓને ફિલ્મો વિશે ,ફિલ્મ દિર્ગદર્શન વિશે, સ્કિપ્ટિંગ તેમજ ગુજરાતી ફિલ્મો વિષેની મહત્વની બાબતો જાણવા મળી.

શ્ની આશિષ કક્કડ વિધાર્થીઓને જણાવ્યુ કે “ફિલ્મો ના વિવિધ પાસાંઓ હોય છે. જેમા એક્ટર્સ, કેમેરામેન,મેકઅપમેન અને બીજા ઘણા બધા લોકોનો સમાવેશ થાય છે. ફિલ્મ પણ એક પ્રકાર નુ કોમ્યુનિકેશન જ છે. ફિલ્મોમાં વાર્તા જ નહિ, પરંતુ લાગણીઓને પણ દર્શાવવામા આવે છે.”

શ્ની આશિષ કક્ક્ડે વિધાર્થીઓને એમ પણ સમજાવ્યુ કે “સિનેમા એ પોતે જ એક માદયમ છે અને ફિલ્મ એ એક વિચાર અને કન્સેપ્ટ છે. તેથીજ ફિલ્મમાં ટેક્નિકલ પાસાંઓ અને ગલોસીસ સાથે સમાધાન કરીએ તો ચાલે, પણ કન્સેપ્ટ ને વળગી રહેવુ ખુબજ જરુરી બને છે.”

તેમણે પોતાની ફિલ્મ ‘બેટર હાફ્’ને એક વિષયના ભાગ રુપે સમજાવતા કહ્યુ કે “‘બેટર હાફ્’એ એક સાદી અને સરળ ગુજરાતી ફિલ્મ છે. જેમા કથાવસ્તુ ને બીલ્કુલ સરળતાથી અને વાસ્તવિક્તાથી રજુ કરવામા આવી છે.અત્યાર સુધીની ગુજરાતી ફીલ્મોમાં ટેક્નિકલ પાસાંઓમા સુધારો જોવા મળ્યો છે, પણ મુળ કથાવસ્તુ હજુ સુધી પણ બદલાઈ નથી. જ્યારે ‘બેટર હાફ’ની કથાવસ્તુ જુદી છે અને પ્રેક્ષકોએ તેને વખાણી છે.

શ્ની આશિષ કક્ક્ડની એન.આઇ.એમ.સી.જે ની મુલાકાત ના પ્રસંગે એન.આઇ.એમ.સી.જે ના ડાયરેક્ટરશ્રી ડો. શિરીષ કાશીકર પણ ઉપસ્થિત હતા.

Read Full Post »